આશીષ શાંતિલાલ કંસારા, ગામ માધાપર, ભુજ-કચ્છ
આશીષ કંસારા રોગાન કલા ના કલાકાર છે. તેઓ સદીઓ જૂની કલા ના માસ્ટર કલાકાર છે.
આશીષ કંસારા એ આ કલા તેમના દાદા જમનાદાસ વસ્તારામ કંસારા પાસે થી વારસા માં મેળવી છે. તેઓ ના પિતાજી શાંતિલાલ કંસારા એ રોગાન આર્ટ નથી કર્યું. તેઓ એક રિક્ષા ડ્રાઇવર હતા.
આશિષ કંસારા ૧૦ સુધી જ અભ્યાસ કર્યો છે, અને ત્યાર બાદ તેઓ એ રોગાન કલા નું કામ ચાલુ કરીયુ. મશીન પ્રિન્ટ ને લીધે રોગાન કામ ધીમે ધીમે બહુજ ઓછું થતું ગયું. ૧૯૯૨/૯૩ માં જે થોડા ગણા કલાકાર હતા, તેમને પણ તેમનો વ્યવસાય બદલતા ગયા. અને આ કલા લુપ્ત થવા ને આરે પહોંચી ગઈ, આશીષ કંસારા એ પણ કચ્છ માં આવેલ ભૂકંપ ને લીધે આ કલાને મૂકી ૨ થી ૩ વર્ષ બીજું કામ કરવું પડ્યું. કચ્છ માં આવેલ ભૂકંપ પછી, ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ રણ ઉત્સવ શરૂ કર્યો. અને કચ્છ ના કલાકારો ને નવી જીવાદોરી મળી અને ગણી મૃતપ્રાય કલા ને પણ નવુજીવન મળ્યું. અને આ આર્ટ ને ફરી એક વાર લોકોના દિલ માં જગ્યા મળી.
આ આર્ટ માં અત્યાર સુધીમાં ફક્ત થોડીક જ ડિઝાઇન થતી હતી, પણ આશિષ કંસારા એ આ કલા માં નવી કૃતિ બનાવવાનું શરૂ કર્યું. જેમાં ભગવાન ની પેંટિંગ બનાવવાનું શરૂ કર્યું. શ્રી રાજા રામ દરબાર, ગણેશજી, હનુમાનજી, શ્રી તિરુપતિ બાલાજી, શ્રી સ્વામિનારાયણ ની પેંટિંગ બનાવી અને લોકો ની નજર માં આવ્યા. શ્રી રાજા રામ દરબાર ની પેંટિંગ થી તેઓ ને ગણી ખ્યાતિ મળી. લોકો રણ ઉત્સવ દરમિયાન દૂર દૂર થી આ કલા જોવા આવતા.
કોરોના કાળ દરમિયાન ફરી એક વાર આ કલા દુનિયા થી અળગી થઈ ગઈ. પણ સમય જતા કોરોના પછી આ કલા પાછી જીવિત થઈ અને લોકો ના દિલ માં સ્થાન પામી.
આશિષ કંસારા એ કોરોના પછી આ કલા ને જીવત રાખવા, આ કલા શીખવવાનું શરૂ કર્યું. કોલેજ ના સ્ટુડન્ટ અને સ્કૂલ ના વિદ્યાર્થી ને. યુનિવર્સિટી માં જઈ ને વર્કશોપ પણ લેવા નું ચાલુ કરીયુ. આજે આશીષ કંસારા સાથે ૨૩ થી ૨૫ બહેનો કામ કરે છે.
આશીષ કંસારા રોગાન કલા ના ઓથોરાઇઝ્ડ યુઝર છે. ગવર્મેન્ટ ઓફ ઇંડિયા દ્વારા આ સર્ટિફિકેટ અપાય છે.
માધાપર ગામ એશિયા ના સૌથી ધનિક ગામ તરીકે ઓળખાતું. અને હવે રોગાન કલા દ્વારા ઓળખાય છે.
આશિષ કંસારા ના પત્ની કોમલ કંસારા પણ આ કલા કરે છે, અને શીખવે પણ છે.

આશીષ કંસારા અને રોગાન કલા
રોગાન કલા ને ઈંગ્લીશ માં ”drying oil technique” કહેવાય છે. રોગાન કલા માં ૪ થી ૫ જ એવા તેલ છે આ જે ચિત્રકળા માં કામ આવે છે, જેમકે એરંડિયા નું તેલ, અળસી નું તેલ, અખરોટ નું તેલ અને તલ નું તેલ.
સૌ પ્રથમ રોગાન પેસ્ટ બનાવવા માટે તેલ ને ઉકાળી ઘટ કરવું પડે છે, ત્યારબાદ તેમાં ચોક પાવડર અને કલર ઉમેરી, પથ્થર દ્વારા પીસવા માં આવે છે. ૧૦ થી ૧૫ મિનિટ પીસ્યા પછી એને પાણી માં રાખવામાં આવે છે, જેથી રોગાન પેસ્ટ સુકાઈ ના જાય.
આ કલા શરૂ કરવા માટે રોગાન પેસ્ટ ને લોખંડ ના સળિયા વડે લઈ ને હથેળી પર ઘસવામાં આવે છે. ત્યારબાદ રોગાન પેસ્ટ ને તાંતણા ની જેમ ઉપાડવા માં આવે છે અને રોગાન કરવા માં આવે છે. એકદમ જીણા રોગાન ના તાર દ્વારા કાપડ પર ડિઝાઇન બનાવવામાં આવે છે. રોગાન કલા માં કાપડ ની એકજ બાજુ ડિસાઇન કરવામાં આવે છે ત્યારબાદ એ કપડા ને વચ્ચે થી વાડી દેવામાં આવે છે, ફ્રીહેન્ડ ની જેમ. કપડા ની એક બાજુ કરેલી ભાત બીજી બાજુ છપાઈ જાય છે. પછી એને તડકા માં સૂકવી દેવામાં આવે છે. સુકાઈ ગયા પછી તેના માં જીના જીના ટપકાં અને લીટી વડે શણગારવામાં આવે છે.

રોગાન ચિત્રકળા નો ઇતિહાસ
રોગાન કલા વિષે આપણને ગણી બધી માહિતી ૨૦૦૮ માં મલી. જયારે જાપાનીસ વિજ્ઞાની અને યુનેસ્કો ના વિજ્ઞાની એ મળી ને અફઘાનિસ્તાન ના બામિયાન શહેરના હિન્દુ કુશ વેલી માં સંશોધન કરતા હતા ત્યારે એક ગુફા માં બુદ્ધ ના શિષ્યોનું નગર મળ્યું. જેમાં રોગાન કલા માં બનાવેલી ગણી પેંટિંગ મળી. જેમાં ની એક ૫ મી સદી ની સાબિત થઈ. જે આજે દુનિયા ની સૌથી જૂની ઓઇલ પેંટિંગ છે. ભગવાન બુદ્ધ ના શિષ્યો આ કલા માં ખૂબ જ મહારથી હતા.
આપણે ભારત ની વાત કરીએ તો એક સમય ભારત ના ગણા ભાગ માં આ કલા કરવામાં આવતી. જેમકે ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન અને ગુજરાત.
ગુજરાત ની આપણે વાત કરીએ તો બનાસકાંઠાના ભાભર ગામ માં ગણું થતું, મહેસાણા, અમદાવાદ, પાટણ અને કચ્છ માં થતું. રોગાન આપણી તળપદી ભાષાનો શબ્દ છે, “ઘર માં રંગ રોગાન કરાવવું છે” આ વાક્ય ઘણા એ સાંભળિયું હશે. જૂના સમયમાં રોગાન આર્ટ ને રોગાન છાપ કહેવામાં આવતું.

રોગાન કલા ના પ્રકાર
રોગાન કલા મુખ્યત્વે ૩ પ્રકાર થી થાય છે.
રોગાન છાપ, રોગાન નિર્મિકા છાપ અને રોગાન વર્ણિકા છાપ.
આ કલા ના પહેલા પ્રકાર માં કાપડ ની અડધી બાજુ ભાત પાડી વાળી ને ભાત ને બીજી બાજુ લેવામાં આવે છે.
રોગાન ના બીજા પ્રકાર માં પીતળ ના ડિઝાઇન કોતરેલા બીબા માં રોગાન ભરી લાકડા ના હાથા વડે દબાવી ને કાપડ પર ભાત ઉપસાવવામાં આવે છે.
રોગાન ના ત્રીજા પ્રકારમાં ફક્ત સફેદ કલર દ્વારા ભાત પાડવામાં આવે છે અને એના પર અબરખ, ગોલ્ડ જરી અને સિલ્વર જરી છાંટવામાં આવે છે. જૂના સમય માં રિયલ ગોલ્ડ ના પાઉડર નો પણ ઉપયોગ કરવા માં આવતો.

રંગ રોગાન
રોગાન માં ફક્ત ૫ જ કલર છે. કેસરી, સફેદ, પીળો, લીલો અને વાદળી. જૂના સમય માં પણ આ ૫ રંગો દ્વારા રોગાન કરવામાં આવતું અને આજે પણ આ ૫ રંગોનો ઉપયોગ થાય છે.
Vahh very good detailed information about Rogan Art👌👌👌